હું બહુ ખુશ છું, કદાચ.

હજી વિદાયના મુહર્તને વાર છે ત્યાં કાશ આ સમય અહીં જ થંભી જાય તો કેવું સારું. મમ્મી અત્યાર સુધી તો હું બહુ ખુશ હતી નવી દુનિયામાં જાવા માટે પણ મમ્મી તારા વિના ત્યાં કેમ ચાલશે. માં ક્યારેક તું મને જુનવાણી લાગતી, ભાઈ પ્રત્યેની તારી તરફદારી મને બહુ અકળાવતી, તારો ગૂસ્સો મને હાસ્યસ્પદ લાગતો, તારી સાથે … Continue reading હું બહુ ખુશ છું, કદાચ.

આંખનું ચોમાસુ

હમણાં થોડા દિવસ પહેલા સાંજે 5-6 વાગ્યાની આસપાસ અચાનક વરસાદ આવ્યો..  મેં મહિનાના તાપમાં તપેલી ધરતી ને ઉજ્જડ વૃક્ષો ને સુમસામ ડામર ની સડકો, અને અચાનક આવેલો વરસાદ.. પરદેશ ગયેલો પિયુ કઈ જાણ કર્યા વિના અચાનક આવી જાય ને પ્રિયતમાના હૃદયમાં જે લાગણીઓનો કુમ્ભમેળો ભરાયને એવું જ કૈક લાગતું હતું.. મે મહિનામાં વરસાદ એટલે આમ … Continue reading આંખનું ચોમાસુ

પ્રેમ..

“હું તને ચાહું છું, તું…?” “હજી તો હું શ્વેત છું, હમણાં વસંત આવશે અને લાલઘુમ લાવણ્યપૂર્ણ બની જઈશ પછી વિચારીશ” એટલે એ નાનકડી પ્રેમમાધુરી સમી ચકલી એ સફેદ ગુલાબની આસપાસ મંડરાવા લાગી કાંટાઓની પરવા કર્યા વિના… થોડી જ વારમાં જાણે ચમનમાં ભરબપોરે વસંત આવી, કોયલના ટહુકા અને કાબરના કૈકારવથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું. ગુલાબની ધવલ પાંખડીઓ … Continue reading પ્રેમ..

કોયલને કંઈક કહેવું હતું ..

કોયલને કંઈક કહેવું હતું – એક કોયલ આવી અને મારા ફળીયામાં ઉડવા લાગી, ઝાડ તો ન મળ્યું એટલે મારી સાઈકલના અરીસા પર બેઠી, મેં એની સામે જોયું, એ કશું ક કહેવા માંગતી હતી… પણ સવારમાં નશાની બાબતમાં ચાલતી રકઝક, મારા પિતાશ્રીની લાલઘુમ જ્વલનશીલ આંખો, બહાર નીકળવાની સંમતિ માંગતા આંસુઓથી ઘેરાયેલી માની આંખ, કાળજીના અભાવે નળમાંથી … Continue reading કોયલને કંઈક કહેવું હતું ..

Microfiction Stoies

૧. બોલો પપ્પા “હલો, હા પપ્પા… મજામાં? .. અહીં હોસ્ટેલમાં શું વાંધો હોય? … હા જમી લીધું હોં.. તમે દવા લઈ લીધી? … ભૂલ્યા વગર લઈ લેજો હોં… મમ્મી શું કરે છે? …. તમારે પણ જવાય ને મંદીરે.. ! મમ્મી કહેતી હતી કે કાલે તો તમને બહુ તાવ હતો.. તો વાંધો નહીં.. ના પપ્પા, હમણાં … Continue reading Microfiction Stoies